Wednesday, September 11, 2013

રાષ્ટ્રગીત વિશે જાણો


જન ગણ મન

જન ગણ મન (બંગાળી: জন গণ মন Jôno Gôno Mono) ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

રાષ્ટ્રગીત

ગુજરાતીમાં                                                                              
જન ગણ મન અધિનાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ઼ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે
તવ શુભ આશિષ માંગે,
ગાહે તવ જય ગાથા।
જન ગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા!
જય હે, જય હે, જય હે
જય જય જય, જય હે॥
મુળ બંગાળી લિપિમાં
জনগণমন-অধিনায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
পঞ্জাব সিন্ধু গুজরাত মরাঠা দ্রাবিড় উত্কল বঙ্গ
বিন্ধ্য হিমাচল যমুনা গঙ্গা উচ্ছলজলধিতরঙ্গ
তব শুভ নামে জাগে, তব শুভ আশিস মাগে,
গাহে তব জয়গাথা।
জনগণমঙ্গলদায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
জয় হে, জয় হে, জয় হে, জয় জয় জয়, জয় হে॥

કવિતાની બાકીની પંક્તિઓ

અહરહ તવ આવ્હાન પ્રચારિત
શુની તવ ઉદાર વાણી
હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન, પારસિક
મુસલમાન, ખ્રીસ્તાની
પૂરબ પશ્ચિમ આસે,
તવ સિહાસન પાસે
પ્રેમહાર હય ગાથા
જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે ||

પતન-અભ્યુદય-વન્ધુર-પંથા,
યુગયુગ ધાવિત યાત્રી,
હે ચિર-સારથી,
તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે
તવ શંખધ્વનિ બાજે,
સંકટ-દુખ-શ્રાતા,
જન-ગણ-પથ-પરિચાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |

ઘોર-તિમિર-ઘન-નિવિઙ-નિશીથ
પીઙિત મુર્ચ્છિત-દેશે
જાગ્રત દિલ તવ અવિચલ મંગલ
નત નત-નયને અનિમેષ
દુસ્વપ્ને આતંકે
રક્ષા કરિજે અંકે
સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુખત્રાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |

રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ
પૂરબ-ઉદય-ગિરિ-ભાલે, સાહે વિહન્ગમ, પૂએય સમીરણ
નવ-જીવન-રસ ઢાલે,
તવ કરુણારુણ-રાગે
નિદ્રિત ભારત જાગે
તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર,
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |

જાણવા જેવું

રવીન્દ્રનાથ ટાગોર
ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા આમાર શોનાર બાંગ્લા બાંગ્લાદેશનાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે.




No comments:

Post a Comment