Friday, October 4, 2013

રાણકી વાવ

રાણકી વાવ

રાણકી વાવ (અથવા રાણી કી વાવ) ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. જેને દેશ-વિદેશથી હજારો પર્યટકો વડે મુલાકાત લેવામાં આવે છે.
રાણી કી વાવ

ઇતિહાસ

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ-૧ ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

સ્થાપત્ય

રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
અપ્સરાઓની કલાત્મક મૂર્તિ

અન્ય ચિત્રો

Wednesday, September 18, 2013

અંબાજી વિશે જાણો.

અંબાજી

અંબાજી
—  શહેર  —
અંબાજીનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ ૨૪°૨૦′N ૭૨°૫૧′E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા

વસ્તી ૧૩,૭૦૨ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
અંબાજી માતાનું મંદિર

અંબાજી મંદિર
નામ
મુખ્ય નામ: અંબાજી
સ્થાન
દેશ: ભારત
પ્રાંત: ગુજરાત
જિલ્લો: બનાસકાંઠા
સ્થળ: આરાસુર
ગુજરાત રાજ્યમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, પ્રસાદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓના ઝુંપડા દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે.

શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.[૧]
અંબાજીના મંદિરમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ તેની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.[૨] અત્યારે તો મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ધીના બે અખંડ દીવા બળે છે.
માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. હાલના સમયમાં માત્ર પુજારીઓ જ અંદર જાય છે. બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોક વાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.

વિશેષતા

ગુજરાત રાજ્યમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, પ્રસાદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓના ઝુંપડા દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે.
અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ધી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથામાં પણ ન નખાય પરંતુ ઘી નાખી શકાય. બીજુ એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દુર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે અને એને મોટું નુકશાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.

મેળાઓ

અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે. અંબાજીમાં માન્યાત નાગર જેવી સંસ્કારી કોમ ઘણી હોવા છતાં ભવાઈનો રિવાજ ચાલુ છે.

દંતકથા

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને માત્ર પાંચ રહેવા દીધા.
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

ગણેશજી વિશે જાણો

ગણેશજી

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).
ગણેશ
ગણેશ
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

અવતાર

ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
૪) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.

બાર નામ

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
  • પિતા- ભગવાન શિવ
  • માતા- ભગવતી પાર્વતી
  • ભાઈ- શ્રી કાર્તિકેય
  • બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
  • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
  • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
  • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
  • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
  • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
  • અધિપતિ- જલ તત્વનાં
  • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
  • ગણેશ આરતી

    જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
    માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

    એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
    મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

    અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
    બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||

    પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
    લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||

    દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
    કામના કો પૂરી કરો જગ બલિહારી ||

    ગણેશ ચાલીસા


  • શ્રી ગણેશ ચાલીસા ૧

દોહા
જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ |
વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ||

ચૌપાઈ
જય જય જય ગણપતિ ગણરાજૂ | મંગલ ભરણ કરણ શુભ કાજૂ ||૧
જય ગજબદન સદન સુખદાતા | વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ||૨
વક્ર તુણ્ડ શુચિ શુણ્ડ સુહાવન | તિલક ત્રિપુણ્ડ ભાલ મન ભાવન ||૩
રાજત મણિ મુક્તન ઉર માલા | સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ||૪
પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં | મોદક ભોગ સુગન્ધિત ફૂલં ||૫
સુન્દર પીતામ્બર તન સાજિત | ચરણ પાદુકા મુનિ મન રાજિત ||૬
ધનિ શિવસુવન ષડાનન ભ્રાતા | ગૌરી લલન વિશ્વ-વિખ્યાતા ||૭
ઋદ્ઘિ-સિદ્ઘિ તવ ચંવર સુધારે | મૂષક વાહન સોહત દ્ઘારે ||૮
કહૌ જન્મ શુભ-કથા તુમ્હારી | અતિ શુચિ પાવન મંગલકારી ||૯
એક સમય ગિરિરાજ કુમારી | પુત્ર હેતુ તપ કીન્હો ભારી ||૧૦
ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા | તબ પહુંચ્યો તુમ ધરિ દ્ઘિજ રુપા ||૧૧
અતિથિ જાનિ કૈ ગૌરિ સુખારી | બહુવિધિ સેવા કરી તુમ્હારી ||૧૨
અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા | માતુ પુત્ર હિત જો તપ કીન્હા ||૧૩
મિલહિ પુત્ર તુહિ, બુદ્ઘિ વિશાલા | બિના ગર્ભ ધારણ, યહિ કાલા ||૧૪
ગણનાયક, ગુણ જ્ઞાન નિધાના | પૂજિત પ્રથમ, રુપ ભગવાના ||૧૫
અસ કહિ અન્તર્ધાન રુપ હૈ | પલના પર બાલક સ્વરુપ હૈ ||૧૬
બનિ શિશુ, રુદન જબહિં તુમ ઠાના | લખિ મુખ સુખ નહિં ગૌરિ સમાના ||૧૭
સકલ મગન, સુખમંગલ ગાવહિં | નભ તે સુરન, સુમન વર્ષાવહિં ||૧૮
શમ્ભુ, ઉમા, બહુ દાન લુટાવહિં | સુર મુનિજન, સુત દેખન આવહિં ||૧૯
લખિ અતિ આનન્દ મંગલ સાજા | દેખન ભી આયે શનિ રાજા ||૨૦
નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં | બાલક, દેખન ચાહત નાહીં ||૨૧
ગિરિજા કછુ મન ભેદ બઢ઼ાયો | ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો ||૨૨
કહન લગે શનિ, મન સકુચાઈ | કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ||૨૩
નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઊ | શનિ સોં બાલક દેખન કહાઊ ||૨૪
પડતહિં, શનિ દૃગ કોણ પ્રકાશા | બોલક સિર ઉડ઼િ ગયો અકાશા ||૨૫
ગિરિજા ગિરીં વિકલ હૈ ધરણી | સો દુખ દશા ગયો નહીં વરણી ||૨૬
હાહાકાર મચ્યો કૈલાશા | શનિ કીન્હો લખિ સુત કો નાશા ||૨૭
તુરત ગરુડ઼ ચઢ઼િ વિષ્ણુ સિધાયો | કાટિ ચક્ર સો ગજ શિર લાયે ||૨૮
બાલક કે ધડ઼ ઊપર ધારયો | પ્રાણ, મન્ત્ર પઢ઼િ શંકર ડારયો ||૨૯
નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે | પ્રથમ પૂજ્ય બુદ્ઘિ નિધિ, વન દીન્હે ||૩૦
બુદ્ઘિ પરીક્ષા જબ શિવ કીન્હા | પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ||૩૧
ચલે ષડાનન, ભરમિ ભુલાઈ | રચે બૈઠ તુમ બુદ્ઘિ ઉપાઈ ||૩૨
ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે | નભ તે સુરન સુમન બહુ બરસે ||૩૩
ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં | તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ||૩૪
તુમ્હરી મહિમા બુદ્ઘિ બડ઼ાઈ | શેષ સહસમુખ સકે ન ગાઈ ||૩૫
મૈં મતિહીન મલીન દુખારી | કરહું કૌન વિધિ વિનય તુમ્હારી ||૩૬
ભજત રામસુન્દર પ્રભુદાસા | જગ પ્રયાગ, કકરા, દર્વાસા ||૩૭
અબ પ્રભુ દયા દીન પર કીજૈ | અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ ||૩૮
શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ કર ધ્યાન ||૩૯
નિત નવ મંગલ ગૃહ બસૈ, લહે જગત સન્માન ||૪૦
દોહા
સમ્વત અપન સહસ્ત્ર દશ, ઋષિ પંચમી દિનેશ |
પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્તિ ગણેશ |
  • ગણપત્યથર્વશીર્ષોપનિષત્

    ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |
    સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ |
    સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ |
    સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ર્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ | |
    ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | |

    ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ |
    ત્વમેવ કેવલં કર્તાસિ | ત્વમેવ કેવલં ધર્તાસિ |
    ત્વમેવ કેવલં હર્તાસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ |
    ત્વં સાક્ષાદાત્માસિ નિત્યમ્ | |૧| |

    ઋતં વચ્મિ | સત્યં વચ્મિ | |૨| |

    અવ ત્વં મામ્ | અવ વક્તારમ્ |
    અવ શ્રોતારમ્ | અવ દાતારમ્ |
    અવ ધાતારમ્ | અવાનૂચાનમવ શિષ્યમ્ |
    અવ પશ્ચાત્તાત્ | અવ પુરસ્તાત્ |
    અવોત્તરાત્તાત્ | અવ દક્ષિણાત્તાત્ |
    અવ ચોર્ધ્વાત્તાત | અવાધરાત્તાત્ |
    સર્વતો માં પાહિ પાહિ સમન્ત્તાત્ | |૩| |

    ત્વં વાઙ્‌મયસ્ત્વં ચિન્મયઃ | ત્વમાનન્દમયસ્ત્વં બ્રહ્મમયઃ |
    ત્વં સચ્ચિદાનન્દાદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ |
    ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોઽસિ | |૪| |

    સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ |
    સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ |
    ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભઃ | ત્વં ચત્વારિ વાક્પદાનિ | |૫| |

    ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ |
    ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ |
    ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્ | ત્વં શક્તિત્રયાત્મકઃ |
    ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ |
    ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રસ્ત્વમિન્દ્રસ્ત્વમગ્નિસ્ત્વં
    વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચન્દ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ | |૬| |

    ગણાદિં પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિંસ્તદનન્તરમ્ | અનુસ્વારઃ પરતરઃ |
    અર્ધેન્દુલસિતમ્ | તારેણ ઋદ્ધમ |
    એતત્તવ મનુસ્વરુપમ્ | ગકારઃ પૂર્વરુપમ્ |
    અકારો મધ્યમરુપમ્ | અનુસ્વારશ્ચાન્ત્યરુપમ્ |
    બિન્દુરુત્તરરુપમ્ | નાદઃ સન્ધાનમ્ |
    સંહિતા સન્ધિઃ | સૈષા ગણેશવિધા |
    ગણક ઋષિઃ | નિચૃદ્ગાયત્રી છન્દઃ |
    શ્રીમહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમઃ | |૭| |

    એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ |
    તન્નો દન્તિઃ પ્રચોદયાત્ | |૮| |

    એકદન્તં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્ | રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્ |
    રક્તં લમ્બોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ | રક્તગન્ધાનુલિપ્તાન્ગં રક્તપુષ્પૈઃ સુપૂજિતમ્ |
    ભક્તાનુકમ્પિનં દેવં જગત્કારણમચ્યુતમ્ | આવિર્ભૂતં ચ સૃષ્ટયાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ |
    એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ | |૯| |

    નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે
    નમસ્તેઽસ્તુ લમ્બોદરાય એકદન્તાય વિઘ્નવિનાશિને
    શિવસુતાય શ્રીવરદમૂર્તયે નમઃ | |૧૦| |

    એતદથર્વશીર્ષં યોઽધીતે | સ બ્રહ્મભૂયાય કલ્પતે |
    સર્વવિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખમેધતે |
    સ પઞ્ચમહાપાપાત્ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ |
    પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુઞ્જાનઃ પાપોઽપાપો ભવતિ |
    ધર્માર્થકમમોક્ષં ચ વિન્દતિ ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્ |
    યો યદિ મોહાદ દાસ્યતિ | સ પાપિઇયાન્ ભવતિ |
    સહસ્ત્રાવર્તનાદ્યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્ | |૧૧| |

    અનેન ગણપતિમભિષિઞ્ચતિ | સ વાગ્મી ભવતિ |
    ચતુથ્‌ર્યામનશ્નન્ જપતિ | સ વિધાવાન્ ભવતિ |
    ઇત્યથર્વણવાક્યમ્ | બ્રહ્માધાચરણં વિધાન્ન બિભેતિ કદાચનેતિ | |૧૨| |

    યો દૂર્વાન્કુરૈર્યજતિ | સ વૈશ્રવણોપમો ભવતિ |
    યો લાજૈર્યજતિ | સ યશોવાન્ ભવતિ |
    સ મેધાવાન્ ભવતિ | યો મોદકસહસ્ત્રેણ યજતિ |
    સ વાઞ્છિતફ્લમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ |
    સ સર્વં લભતે સ સર્વં લભતે | |૧૩| |

    અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ ગ્રાહયિત્વા | સૂર્યવર્ચસ્વી ભવતિ |
    સૂર્યગ્રહે મહાનધાં પ્રતિમાસન્નિધૌ વા જપ્ત્વા | સિદ્ધમન્ત્રો ભવતિ |
    મહાવિઘ્નાત્ પ્રમુચ્યતે | મહાદોષાત્ પ્રમુચ્યતે |
    મહાપાપાત્ પ્રમુચ્યતે | મહાપ્રત્યવાયાત્ પ્રમુચ્યતે |
    સ સર્વવિદ્ભવતિ સ સર્વવિદ્ભવતિ | ય એવં વેદેત્યુપનિષત્ | |૧૪| |

ચિત્ર ગેલેરી

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણી ભાષામાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.
ગણેશ ઉત્સવ,મુંબઇ